9/20/20

દિવ્યાંગ વ્યક્તિ માટે યોજના

 આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 


દિવ્યાંગ વ્યક્તિ માટે યોજના👈

દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના  

  • દિવ્યાંગ સાધન સહાય યોજના 
  • ( ૧૦૦ ટકા રાજ્ય સરકાર)  
  • પાત્રતાના માપદંડ 
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ
  • ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.

સંતસુરદાસ યોજના

  • સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
  • પાત્રતાનામાપદંડ
  • થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
  • ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
  • ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
  • સહાયનું ધોરણ
  •  રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.

દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના

  • દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)
  • પાત્રતાના માપદંડ
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
  • સહાયનું ધોરણ
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
  • યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના

  • યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • યોજનાનો લાભ ફકત એક વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.


SC-ઠરાવ

  ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતી ના લોકો ને મળતી સુવિધા વિશે પાસ થયેલ ઠરાવ વિસ્તારથી જાણો